એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ કઈ રીતે કરે? આપઘાત અટકાવવા માટે એક સામાન્ય વ્યક્તિ શું કરી શકે? મનમાં ઘુમરાતી આ બધી વાતોને વણી લેતી આ નવલકથા આપઘાતની આસપાસ ફરે છે અને એમાંથી બહાર નીકળવામાં કદાચ મદદરૂપ પણ થઈ શકે. આશા છે કે મારા વાચકોને આ કૃતિ પણ ગમશે…