‘ગૌતમ અદાણીને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમની દૃઢતા, તીક્ષ્ણ બુદ્ધિ અને અવિરત ઊર્જાનો હું પ્રશંસક છું. ગૌતમભાઈ નવા અને આત્મવિશ્વાસુ ભારતના સૌથી પ્રશંસનીય ઉદ્યોગપતિઓમાંના એક છે. ગૌતમ અદાણીની આ વિકાસગાથા સૌએ વાંચવા જેવી છે. આદરણીય આર. એન. ભાસ્કરની સક્ષમ લેખનશૈલી જોતાં, હું કોઈ ખચકાટ વગર કહી શકું છું કે આ પુસ્તક ઊભરતા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાદાયક બનશે.’
– દીપક પારેખ
ચૅરમૅન, HDFC Bank
——
પોતાના માટે ધન કમાવું અને રાષ્ટ્રઘડતરનો વિચાર કરવો એ બંને જુદી બાબતો છે.
ગુજરાતના એક નાના ગામડામાંથી નીકળીને આધુનિક ભારતના ગણનાપાત્ર ઉદ્યોગપતિ બનેલા ગૌતમ અદાણીને હવે કોઈ પરિચયની જરૂર નથી. બંદર, ઊર્જા, ઍરપૉર્ટ, શહેરવિકાસ, ગૅસ, પાવર ટ્રાન્સમિશન, થર્મલ પાવર, ખાદ્યતેલ, સિમેન્ટ, રેલવે, ટેલિકૉમ્યુનિકેશન, ડેટા સર્વિસીસ, કૉપર, ઍલ્યુમિનિયમ, સ્ટીલ ઉત્પાદન જેવાં અનેક ક્ષેત્રોમાં અદાણી જૂથે નોંધપાત્ર કામગીરી નિભાવી છે. ગુજરાત અને ભારત બાદ હવે વિશ્વમાં તેમના નામનો ડંકો વાગે છે.
અનેક ક્ષેત્રોમાં ભારતને આગળ લઈ જવા તત્પર ગૌતમ અદાણી અનેરા ‘સ્વપ્નદ્રષ્ટા’ છે. સ્વભાવે અને મનથી તદ્દન ‘ગુજરાતી’ એવા ગૌતમભાઈનું જીવન અને સફળતાની સફર અત્યંત પ્રેરણાત્મક છે. આ પુસ્તક ગૌતમભાઈનાં બાળપણ, પરિવાર અને લગ્નજીવન પર તો પ્રકાશ પાડે જ છે, પણ સાથે સાથે તેમનાં દૃષ્ટિકોણ, વ્યૂહરચનાઓ અને સપનાંઓને ગૌતમભાઈ કેવી રીતે સાકાર કરી શક્યા તેની હકીકતોનું પણ રસપ્રદ રીતે બયાન કરે છે.
ભારતના સૌથી વરિષ્ઠ પત્રકાર આર. એન. ભાસ્કર દ્વારા, ભારતના અદ્ભુત ઉદ્યોગપતિ – ગૌતમ અદાણીનાં સર્વાંગી જીવન અને કવનનો ઊજળો હિસાબ અહીં અપાયો છે.