ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે.
સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે.
જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા સંઘર્ષોને હરાવીને એક ખેડૂતની આત્મનિર્ભર બનવાની રસપ્રદ કથાની સાથે કૉલેજ, વિદ્યાર્થીઓ અને તેમના પ્રતિસ્પર્ધીઓનો રોમાંચ પણ અહીં દેખાશે. કોરોનાનું અચાનક આક્રમણ થવું અને કેવી રીતે લોકો જે બાબતથી અજાણ હતાં – તે શ્વસનક્રિયાની વાત કરતી કથા આગળ વધે છે.
ગુજરાતના સંવેદનશીલ છતાં મજબૂત એવા કુંટુંબજીવનની વાતો, પચાસ વર્ષ પહેલાંના ગ્રામજીવનની ઉપરાંત આધુનિક વિજ્ઞાનની સાથે ચાલતી આ કથા – આરોગ્ય માટે સભાન વાચકો માટે જણસ બની રહે છે.
આ છે પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરતી સંવેદનશીલ કથા – ‘કોરોલિના’.