‘લીડિંગ From the Back’ ઊંડી સમજણથી લખાયેલું પુસ્તક છે. આ પુસ્તક મૅનેજમેન્ટમાં વિકાસ, પ્રગતિ અને કૉર્પોરેટ લીડર્સનો સાચો અર્થ સમજાવે છે. હું દરેકને આ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું.
એન. ચંદ્રશેખરન, ચૅરમૅન તાતા સન્સ, ભારત
‘લીડિંગ From the Back’ Leadership અંગેના આપણાં વિચારો અને દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી અભિગમ લાવે છે. આ પુસ્તક સૌએ વાંચવું જોઈએ.
રામ ચરણ, અમેરિકાની Fortune 100 કંપનીઓના બોર્ડ તથા CEOના સલાહકાર
‘લીડિંગ From the Back’ વિચાર મૅનેજમેન્ટની એક પદ્ધતિ દર્શાવે છે, જે સમજવામાં, યાદ રાખવામાં અને અમલ કરવામાં સહેલી છે.
અન્ત્તી હર્લીન, ચૅરમૅન, KONE કૉર્પોરેશન, હેલસિન્કી
‘લીડિંગ From the Back’માં લીડર તરીકે સફળતાનો સરળ ભાષામાં માર્ગ દેખાડાયો છે.
હેપ ક્લોપ, ‘The North Face’ના સ્થાપક CEO
નવા લીડર્સને યાદ કરાવવું કે, કોઈપણ ટીમ યોગ્ય લીડર માટે વધુ સારું કામ કરે છે, આ સમયની માંગ છે. આ પુસ્તક નવા લીડર્સ માટે ઉત્તમ છે.
જુલિયા કિંગ, DBE, FrEng, FRS, FMed Sci, કેમ્બ્રિજના બેરોનેસ બ્રાઉન, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, એસ્ટોન યુનિવર્સિટી
શું તમને લીડરશિપના એવા કોઈ મૉડલની શોધ છે, જેને સમજવું સહેલું અને સરળ પણ હોય અને જે ઉત્તમ પરિણામ પણ આપે? જો હા, તો આ ‘લીડિંગ From The Back’ તમારી માટે જ છે. આ પુસ્તકમાં તમને ‘સુપરસ્ટાર’ લીડર બનતા શીખવાડશે. તમે શીખી શકશો કે કેવી રીતે ટીમ પાસેથી આદર મેળવી શકો અને અશક્યને કેવી રીતે શક્ય બનાવાય?
યાદ રાખો –
સાચા લીડર્સ Frontમાં નથી હોતા.
‘લીડિંગ From the Back’નો સિદ્ધાંત જાદુઈ છે.
‘લીડિંગ From The Back’ પુસ્તક રવિ કાંત (ભૂતપૂર્વ CEO અને વાઇસ ચૅરમૅન, તાતા મોટર્સ), હેરી પૌલ (બેસ્ટસેલર FISH! A Proven Way to Boost Morale and Improve Resultsના સહલેખક) અને રોસ રેક (The Win-Win Negotiatorના સહલેખક)ના વિશાળ અનુભવ અને સમજણનો અર્ક છે.