ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી અને વખણાયેલી ફિલ્મીસ્તાનની અનોખી વાત…
બૉલિવૂડમાં ખરેખર જે રંગીન દુનિયા દેખાય છે તેવું છે કે નહીં. મુંબઈમાં દરરોજ હજારોની સંખ્યામાં યુવાનો ઠલવાય છે, જેમને હીરો અને હીરોઇન થવું છે. આ તમામ લોકો ખરેખર કામ મેળવી શકે છે. તેમની નિયતિમાં એવું શું લખાયું હોય છે કે કોઈ રાતોરાત સુપરસ્ટાર થઈ જાય છે અને કોઈને જીવન પૂરું થવા આવે છતાં કામ મળતું નથી. માયાનગરીમાં ચાલતી રેવ પાર્ટીઓ, સેક્સ પાર્ટીઓ, ડ્રગની સિક્રેટ પાર્ટીઓ, દારૂની રેલમછેલ શું ખરેખર સાચી વાત છે. આ તમામ વચ્ચે કહેવાતા સેલેબ્સના દેખાતા, બદલાતા, જોડાતા, તૂટતા સંબંધોની હાલત કેવી હોય છે તેની વાત છે આ નવલકથામાં. ત્રણ યુવાનો જે રંગીન દુનિયાનાં સપનાં જોઈને માયાનગરીમાં પ્રવેશે છે અને વાસ્તવિકતાના અંધકારમાં પોતાનાં સંબંધો, સપનાં, આયોજનો અને બીજું ઘણું ગુમાવી દે છે. આ યુવાનોની કથા છે આ નવલકથામાં. તેમાં ડ્રગ્સ છે, તેમાં મર્ડર છે, તેમાં બ્લૅકમેઇલિંગ છે, સેક્સ સ્લેવરી છે, સજાતીય સંબંધો છે અને કદાચ રંગીન દુનિયાની એવી તમામ બાબતો છે, જે સામાન્ય માણસે જોઈ નથી કે તેને કલ્પના પણ નથી. અજય, રાજ અને જીયાની આ રોલર કોસ્ટર લાઇફ એક થ્રિલિંગ અનુભવ કરાવી જાય તેમ છે.