Home/ Detail Info
Back

ABOUT BOOK


મૅનેજમેન્ટની વ્યાખ્યા શું છે?

મૅનેજમેન્ટ એટલે ચોક્કસ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આયોજન, નેતૃત્વ અને સમગ્ર ધ્યેયને નિયંત્રણ કરવાની પ્રક્રિયા.

આ જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી. આજના આધુનિક સમયકાળમાં આપણે સતત ધંધો, નોકરી, પરિવાર, હરિફાઈ, ટાર્ગેટ વગેરેથી એટલાં બધાં ઘેરાયેલાં હોઈએ છીએ જાણે એક યુદ્ધમેદાન ઉપર અનેક યુદ્ધો ન લડતાં હોઈએ. આ જીવનયુદ્ધ કદાચ થકવી નાખનારું કે ઇચ્છિત પરિણામો ન આપી શકે તેવું સાબિત થઈ શકે છે.

જો તમને સાચું મૅનેજમેન્ટ આવડી જાય તો તમે પણ જીવન અને કારકિર્દીને કન્ટ્રોલ કરીને ઇચ્છિત પરિણામ મેળવી શકશો.

આ પુસ્તકમાં તમને જીવનના વિવિધ ક્ષેત્રે અનેક રીતે ઉપયોગી થઈ શકે તેવા મૅનેજમેન્ટના સાદા અને અકસીર Principles બતાવવામાં આવ્યા છે, જે તમને સફળ, સુખી અને સમૃદ્ધ કરશે.

DETAILS


Title
:
Management Principles
Author
:
Nayan Parikh (નયન પરીખ)
Publication Year
:
2025
Translater
:
-
ISBN
:
9789361971488
Pages
:
156
Binding
:
Paperback
Language
:
Gujarati