મિસ માર્પલ લંડનની જાજરમાન – બર્ટ્રામ્સ હોટલમાં રજા વિતાવવા પહોંચે છે. હોટલનાં મહેમાનોમાં અનેક નોંધપાત્ર લોકો હોય છે. તેની મિત્ર લેડી સેલિના હેઝી, પ્રખ્યાત મહિલા સાહસિક બૅસ સેજવિક; તેની પુત્રી, ઍલ્વિરા બ્લૅક; ઍલ્વિરાના કાનૂની વાલી કર્નલ લુસકોમ્બ; પાદરી કેનન પેનીફાધર અને રેસિંગ કાર-ડ્રાઇવર લેડી સ્લોસ મેલિનોવ્સ્કી.
હોટલના મૅનેજર માઇકલ ગૉરમૅનને બૅસ સેજવિક ઓળખી જાય છે, જેમની સાથે તેમને ભૂતકાળમાં અફેર હતું. બંનેની ખાનગી વાતો મિસ માર્પલ અને ઍલ્વિરા સાંભળી જાય છે. …અને અચાનક માઇકલ ગોરમૅનની કરપીણ હત્યા થાય છે… હત્યારો કોણ હોઈ શકે?
બૅસ સેજવિકની પુત્રી ઍલ્વિરા? – જે તેના મિત્ર બ્રિજેટ સાથે મળીને પૈસા મેળવવા માટે ભેદી કારણોસર આયર્લૅન્ડ જવા માગતી હતી કે પાદરી કેનન પેનીફાધર? – જેઓને લૂંટવામાં આવેલી આઇરિશ મેલ ટ્રેનના સાક્ષીઓએ ટ્રેનમાં જોયા હતા.
થોડા દિવસો પછી કેનન ગુમ થાય છે અને અચાનક બેભાન હાલતમાં જીવંત મળી આવે છે. જોકે તેની યાદશક્તિ તે ગુમાવી ચૂક્યો હોય છે.
ઍલ્વિરા બ્લૅકની પાછળ પડેલો અજાણ્યો હુમલાખોર કોણ છે?
શું બર્ટ્રામ્સ હોટલ ગુનાહિત ગૅંગનો અડ્ડો છે? જ્યાં પ્રતિષ્ઠિત મહેમાનોને ઠગીને મોટા પાયે લૂંટ ચલાવવામાં આવે છે.
આ બધાની પાછળ બૅસ સેજવિકનો શું હાથ છે?
એક પછી એક બનતી રહસ્યમય ઘટનાઓમાં વિશ્વાસઘાત અને કાવતરાના ખેલનો પર્દાફાશ કરતી આ કથા અગાથા ક્રિસ્ટીની અજોડ લેખનશૈલીનો અનોખો પરિચય આપે છે.