ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે.
– ડીરીટુ વાહોમ (લેખક)
*
વિશ્વવિખ્યાત સર્જક ખલિલ જિબ્રાન દ્વારા રચિત The Broken Wings – World Classic ગણાય છે. આ એક એવી કૃતિ છે જે સીધી વાંચી નથી જવાની… તમારે એને મમળાવવી પડે છે.
‘ભગ્નપંખ’ આમ તો એક સીધીસાદી પ્રણયકથા છે. એ એક યુગલના પ્રણયજીવનની કરુણિકા છે. એવું કહેવાય છે કે ‘ભગ્નપંખ’ હકીકતમાં જિબ્રાનની આત્મકથા છે. અહીં એ પોતાના જીવનની કરુણિકા દ્વારા યુવામિત્રોને દર્દભરી અપીલ કરે છે. તે સાથે પોતાની પ્રેમિકા પ્રત્યેની અનન્ય પ્રીતિનો એકરાર પણ કરે છે.
આ ભાવાત્મક કથા વાચકને સ્તબ્ધ-મૂક બનાવી દે એટલી બળવાન છે. હૈયું બેસી જાય એવા ઘેરા કરુણની એ છાયા મૂકી જાય છે. મુગ્ધ અને પવિત્ર પ્રીતિને જિબ્રાન અહીં જે ઊંચાઈએ મૂકી આપે છે તે અનન્ય છે.
ભાવકને મંત્રમુગ્ધ કરવાની કલાકૃતિની ક્ષમતા અહીં પ્રગટે છે.