Author : Brian Tracy (બ્રાયન ટ્રેસી)
દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક Must Read છે.
જીવનમાં કંઈક મેળવવા માટે, સફળ થવા માટે આજના હરીફાઈભર્યા યુગમાં ભણતર અને અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ પોતાના Focusને જાળવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અનેક Distractionsને કારણે સરવાળે અભ્યાસમાં સાધારણ પરિણામોથી સંતોષ માનવો પડે છે.
આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે જ ખાસ લખાયું છે. અહીં તેમને શીખવા મળશે કે…
મૂલ્યવાન એવું ટાઇમ મૅનેજમેન્ટ કેવી રીતે કરાય?
અભ્યાસમાં Best Result માટેનું પ્લાનિંગ કેવી રીતે કરાય?
80/20નો જાદુઈ નિયમ શું છે?
અણગમતા વિષયમાં વધુ માર્ક કેવી રીતે લવાય?
સ્ટ્રેસથી બચીને કેવી રીતે Focus કરાય?
બ્રાયન ટ્રેસી અહીં એવી અવનવી તરકીબો, પદ્ધતિઓ અને ટૅક્નિક્સ શીખવાડે છે, જે વિદ્યાર્થીઓને જીવનમાં કલ્પનાતીત સિદ્ધિઓ મેળવવામાં અત્યંત મદદરૂપ થઈ શકશે.
તો, વિદ્યાર્થીમિત્રો… હવે આળસને કહો અલવિદા અને ઊઠો… જાગો… ધ્યેયપ્રાપ્તિ કરો…