Highlights
તકનો સૌથી વધુ મહત્ત્વનો સંદેશો કયો છે, તો તેના પ્રસિદ્ધ થવાનાં વીસ વર્ષ બાદ હું એટલું કહી શકું કે આ પુસ્તકનો સૌથી વધુ મહત્ત્વનો સંદેશો આ જ છે. અલબત્ત, મોરીએ શીખ આપતી વખતે કહેલાં બીજા વિચારો અને સૂત્રો પણ જરૂરી છે. જીવનની કોઈ પણ પળે તમે કદાચ અનુભવશો કે તે વિચારો અને સૂત્રો પ્રકાશ ફેંકે છે. પરંતુ ‘આપવું એ જ જીવવું છે’ તે મોરીએ કહેલું તેના કરતાં પણ વધુ ગહન છે. તે તેમનું તત્ત્વજ્ઞાન હતું, જીવન જીવવાનો હેતુ હતો, કદાચ તેમનું રહસ્ય હતું.