દર અઠવાડિયે ઢગલાબંધ નવાં પુસ્તકો બુકસ્ટોર્સમાં તથા ઓનલાઇન આવ્યા જ કરે છે. લોકમિલાપ પરિવારને તરત ભલામણ કરવાનું મન થાય તેવાં બહુ ઓછાં પુસ્તકો હોય છે.
*આ અઠવાડિયે આવ્યું છે ભલામણ કરવા જેવું પુસ્તક: 'આમાર માનુષ'.*
હાલ ગુજરાતી સાહિત્યમાં સતત ઉત્તમ લખતા લેખકોમાં ધ્રુવ ભટ્ટનું નામ છે. *પંદરેક સરસ પુસ્તકો આપનાર લેખક એમની સાહિત્યયાત્રા દરમ્યાન મળેલા વાચકોના અનુભવો, પ્રસંગો રસપ્રદ શૈલીમાં બયાન કરે છે.*
ધ્રુવ ભટ્ટના ચાહકો તથા સારું વાંચવા માગતા સહુ માટે એક સરસ પુસ્તક.