લેખક: ડૉ.આઈ.કે. વીજળીવાળા
પુસ્તકનું નામ: અખેનાતન: 1
પાના: 203
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા ઇતિહાસવિદો માને છે. આશા છે કે વાચકોને એના સંઘર્ષ વિશે જાણવું ગમશે! -
ડૉ. આઈ. કે. વીજળીવાળા