Home/ Detail Info
Back

ABOUT BOOK


હિંદની ઉત્તર-પશ્ચિમે ફેલાયેલી ગરમ ધરતીમાં એક વાર પણ જેમને ફરવાનો અનુભવ હશે, તે સૌને સમજાશે કે રણ એ શું ચીજ છે. બળબળતા મે મહિનામાં જેસલમેર, બિકાનેર કે પોખરણના તળ વિસ્તારમાં થતા ચક્રવાતની સાથે જીવન વેંઢારતા લોકોમાં કેવું ઓજસ છે, વીરત્વ છે, રુક્ષતા અને સૌંદર્ય છે, તે તો જોયે જ સમજાય, શબ્દો તો વામણા લાગે. આશકા માંડલ આવા જ એક અનુભવનું ત્રિપરિમાણ સર્જન છે. રણદ્વીપમાં ઊગેલા સૂરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા કંઈક નોખી હોય છે. એવું જ કંઈક આ રેગિસ્તાનનાં સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે.

લેખક: અશ્વિની ભટ્ટ

પુસ્તકનું નામ: આશકા માંડલ

પાના: 456

બાઈન્ડીંગ: પાકું પુંઠું 

ભાષા: ગુજરાતી

DETAILS


Title
:
Ashka Mandal
Author
:
Ashwini Bhatt (અશ્વિની ભટ્ટ)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789384076382
Pages
:
-
Binding
:
-
Language
:
-