Home/ Detail Info
Back

ABOUT BOOK


ગીતકાર, વાર્તાકાર, દિગ્દર્શક, પટકથાલેખક... આ તમામ માતબર ઓળખોથી વિશેષ ગુલઝારજીની ખરી ઓળખ કવિ તરીકેની છે. કવિતા જ એમના અસ્તિત્વનો સૌથી નિકટવર્તી અને સૌથી અંગત પરિચય છે.

નજાકતભયાં – પ્રેમનાં વિવિધ સ્વરૂપો, હર્ષ–વિષાદની વિવિધ અવસ્થાઓની કૌતુકભરી અને કૌશલ્યપૂર્ણ રજૂઆત એ ગુલઝારજીની કવિતાનો પ્રાણ છે. પ્રિયપાત્રના મિલનથી જુદાઈ અને આગમનથી વિદાય સુધીની વિવિધ પળોની કેલિડોસ્કોપિક મુદ્રાઓ એમણે કવિતામાં ઝીલી છે. એક કાબેલ ફિલ્મ દિગ્દર્શકની કવિતાઓમાં તાદશ દૃશ્યાત્મકતા, સબળ એડિટિંગ અને કાવ્યદેહની સંઘેડાઉતાર ગૂંથણી ન હોય તો જ નવાઈ! પ્રણયોમિ ઉપરાંત પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, બાળસહજ અપાર કુતૂહલ, દારૂણ સાંપ્રત... આ બધાંને સાથે લઈને ચાલતી આ કવિતાઓમાં કાવ્યે કાવ્યે માનવીય સંવેદનાઓ. છલકાય છે.  

DETAILS


Title
:
Bandh Kachni Pele Paar - Gulzar
Author
:
Raeesh Maniar (રઈશ મનીઆર)
Publication Year
:
2026
Translater
:
રઇશ મનીઆર
ISBN
:
9789347419577
Pages
:
110
Binding
:
Paperback
Language
:
Gujarati