Home/ Detail Info
Back

ABOUT BOOK


વાત એક રેશમી રાજરમતની


મહારાષ્ટ્રના પાવરફુલ અને હૅન્ડસમ પૉલિટિશિયન અનંત રૉય દીક્ષિતના મોબાઇલ ફોન પર તેની કૉલેજ સમયની અત્યંત સુંદર ક્લાસમેટ કૃતિકાનો વર્ષો પછી મૅસેજ આવે છે અને બંને ફરી વાર સંપર્કમાં આવે છે. કૃતિકા એક ક્રૂર પોલીસ અધિકારીને પરણી ચૂકી છે અને હવે તેનું નામ શૈલી સાવરકર થઈ ગયું છે.


અનંત અને કૃતિકા દોઢ દાયકા જેટલા સમય પછી મળે છે. એ મુલાકાતને કારણે બંને ખુશ થઈ જાય છે, પણ તે બંને છૂટાં પડે છે એની થોડીક ક્ષણો પછી એવી અકલ્પ્ય ઘટના બને છે કે જે આખા દેશની ટીવી ન્યૂઝ ચૅનલ્સ માટે બ્રેકિંગ ન્યૂઝ બની જાય છે!


કૃતિકા અને અનંતની મુલાકાત અને એ પછી બનેલી અણધારી ઘટનાને કારણે તે બંનેની જિંદગીમાં ઝંઝાવાત ફૂંકાઈ જાય છે…


રાજરમતની આંટીઘૂંટીઓ વચ્ચે સહજ રીતે પાંગરતા પ્રેમની, દરેક પ્રકરણે ઉત્સુકતા જગાવતી, રોલર કોસ્ટર રાઇડ સમી નવલકથા.

DETAILS


Title
:
Blue Moon
Author
:
Aashu Patel (આશુ પટેલ)
Publication Year
:
2026
Translater
:
-
ISBN
:
9789361970320
Pages
:
188
Binding
:
Paperback
Language
:
Gujarati