'ચપટીક અજવાળું' માં આપણને વધુ સારું જીવન જીવવા પ્રેરણા આપે એવા અંગ્રેજી ભાષાના 20 ઉત્તમ પુસ્તકોનો પરિચય એકદમ રસાળ શૈલીમાં મળે છે. પુસ્તકના પાછલા ભાગમાં 20 TED TALKS છે: વિડીયો સ્વરૂપે નાનાં નાનાં વ્યાખ્યાનો ડિજિટલ વિશ્વમાં છે એનો સાર. અંગ્રેજીના ઉત્તમ સાહિત્ય અને વ્યાખ્યાનો તરફ દોરી જતો વિચારપુષ્પોનો જાણે સુગંધી ગુલદસ્તો છે આ પુસ્તક.