Home/ Detail Info
Back

ABOUT BOOK


બાળસાહિત્યમાં અનન્ય સ્થાન પામનાર વાર્તાઓ એટલે તેનાલીરામની વાર્તાઓ.

પોતાના બુદ્ધિચાતુર્ય અને હિંમતથી રાજદરબારમાં સ્થાન પામનાર યુવાન બ્રાહ્મણ તેનાલીરામ રાજ્ય અને રાજાને વફાદાર તો છે જ, પરંતુ પોતાની વિવેકબુદ્ધિ, કોઠાસૂઝ અને સમયસૂચકતાથી દરેક પ્રકારનાં સંકટમાંથી રાજા અને રાજ્યને ઉગારે પણ છે.

વળી તેનાલીરામનાં પરાક્રમો દેશ-વિદેશમાં રાજ્યને ગર્વ અને પ્રસિદ્ધિ પણ અપાવે છે.

સાચું બોલવાની હિંમત, વફાદારી અને હાજરજવાબી જેવા ગુણો ધરાવતા તેનાલીરામ દરબારીઓ માટે ભલે ઈર્ષાનું કારણ બને, પરંતુ રાજા અને પ્રજાના હૃદયમાં સ્થાન પામે છે.

જીવનમાં આવતી અનેક કસોટીઓમાંથી પાર ઊતરવાના રસ્તા શોધતા તેનાલીરામ અને તેમની વાતો બાળકોને રમૂજની સાથે બુદ્ધિમત્તા અને નીતિમત્તાના પાઠ ભણાવે છે.

QR દૃશ્ય-શ્રાવ્ય ફીચરથી સજ્જ ‘ચતુર તેનાલીરામ’ અને ‘પરાક્રમી તેનાલીરામ’ એમ બે પુસ્તકમાં પ્રકાશિત ૨૩ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને પોતાના મનગમતા ડિવાઇસ પર જોઈ અને સાંભળી પણ શકશે.

DETAILS


Title
:
Chatur Tenaliram
Author
:
Yogesh Joshi (યોગેશ જોષી)
Publication Year
:
2025
Translater
:
-
ISBN
:
9788199473508
Pages
:
91
Binding
:
Paperback
Language
:
Gujarati