લેખક: ચિરાગ વિઠલાણી
પુસ્તકનું નામ: Couple સ્ટોરીઝ
પાના: 138
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
પ્રેમ માત્ર એક સાદો શબ્દ નથી, ખુદ એક અલાયદું સંવેદનાવિશ્વ છે. પ્રેમની અભિવ્યક્તિ કે અનુભૂતિમાં અલગ-અલગ અનુભવો થવા સંભવ છે અને પ્રેમના સ્વરૂપ કે સ્વીકાર અંગે મતમતાંતર પણ શક્ય છે. પણ પ્રેમ તો સનાતન છે, શાશ્વત છે. આ આહ્લાદક પ્રેમવિશ્વમાં બદલાય છે ફક્ત પાત્રો અથવા તો ચહેરા...!
આ પ્રેમસંગ્રહમાં ‘પ્રીત ન જાણે રીત’ના કથનને રોમાંચિત કરતી દસ વાર્તાઓ મૂકી છે. અહીં એવાં પ્રેમીયુગલોની કથા અને વ્યથા છે જેઓનું માનવું છે કે ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’. કદાચ તેઓ બીબાંઢાળ ‘મેડ ફોર ઇચ અધર’ની કૅટેગરીમાં પણ નથી આવતાં, છતાં તેમના માટે હરખભેર કહેવાનું મન થાય કે ‘રબ ને બના દી જોડી’. અડચણોને અવગણતાં આવાં પ્રેમીપાત્રો જાણે એલાન કરતાં હોય એવું લાગે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ‘અમે તો કરીશું પ્રેમ’.
આ ‘નોખાં પ્રેમીઓની અનોખી પ્રેમકથાઓ’ તમે વાંચજો... તમને પણ ગમશે જ....