Author : Dr. Sudhir Dixit (ડૉ. સુધીર દીક્ષિત)
ધનવાનોના પાંચ નિયમો
જેમ ગણિતશાસ્ત્રી બનવા માટે ગણિતના સામાન્ય નિયમોની જાણ હોવી જોઈએ તેવી જ રીતે ધનવાન થવા માટે આપણને ધનવાન થવાના નિયમોની પણ સમજ હોવી જોઈએ.
હકીકતમાં ધનવાન થવું એટલું અઘરૂ નથી, જેટલું સામાન્ય રીતે માનવામાં આવે છે. તમારી પરિસ્થિતિ વૉલ્ટ ડિઝની કરતા તો સારી જ હશે કે જેમની પાસે પોતાના ફાટેલા ચંપલ સીવડાવવાના પૈસા પણ નહોતા. તમારે ધીરુભાઈ અંબાણીની જેમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ તો નહીં ભરવું પડ્યું હોય. અથવા તમે ક્યારે એન્ડ્રુ કાર્નેગી જેવી કાળી મજૂરી કરી છે? તમારી સ્થિતિ ચોક્કસ હરલેન સેન્ડર્સ કરતા તો સારી જ હશે જેઓ 60 વર્ષની ઉંમરે પણ ફક્કડ ગિરધારી હતા. તો પણ આ તમામ લોકોમાં એક વાત સામાન્ય હતી. આ બધાએ ધનવાન થવાનાં એવા પાંચ નિયમો પાળ્યા જેથી તેઓ સફળતાના શિખરે પહોંચી શક્યા.
આ લોકો સામાન્ય પરિસ્થિતિમાં જીવ્યા હોવા છતાં સફળતાનાં શિખરો કેવી રીતે સર કરી શક્યાં? તેઓ પોતાની વિશિષ્ઠ કોઠાસૂઝથી કેવી રીતે અવરોધોની આરપાર નીકળી ગયા? એવાં કયા નિયમો હતા જેનાથી તેઓ ધનવાન થવાના લક્ષ્ય સુધી પહોંચ્યા? આ અદ્ભુત રહસ્ય આ પુસ્તકમાં જણાવ્યું છે.
અહીં કોની કોની વાત કરવામાં આવી છે?
* ધીરુભાઈ અંબાણી * બિલ ગેટ્સ * વૉરેન બફેટ * માઇકલ ડેલ * જૅફ બેજોસ * જે. કે. રોલિંગ * રિચર્ડ બ્રાન્સન * સુભાષ ચંદ્રા * લક્ષ્મી મિત્તલ * અઝીમ પ્રેમજી * સ્ટીવ જૉબ્સ * રૂપર્ટ મરડોક * મૅરી કે એશ * ટેડ ટર્નર ટર્નર * એસ્ટી લોડર * સેમ વૉલ્ટન * સુનીલ ભારતી મિત્તલ * ફ્રેડ સ્મિથ * કરસનભાઈ પટેલ * હેનરી ફૉર્ડ * નારાયણ મૂર્તિ * રે ક્રૉક * વૉલ્ટ ડિઝની * કિરણ મજુમદાર શો * એન્ડ્રયૂ કાર્નેગી * ડૉનાલ્ડ ટ્રમ્પ * સબીર ભાટિયા