Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: કાજલ ઓઝા વૈદ્ય 

પુસ્તકનું નામ: દ્રૌપદી

પાના:160

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી


સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા...

 ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત... 

સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની’ હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીનાં ઋજુ સંવેદનો હંમેશાં એની અંદર જીવ્યાં હશે, ક્યારેક સળવળ્યાં હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! 

વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે. 

પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઊતરવું જ પડે છે. 

એક સ્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.

DETAILS


Title
:
Draupadi
Author
:
Kajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789390521241
Pages
:
-
Binding
:
-
Language
:
-