લેખક: સુધા મૂર્તિ
પુસ્તકનું નામ: ગોપીનું નવું ઘર
પાના: 55
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
તું મારું જીવન છે – ગોપી, ગોપચા, ગોપેશ, ગોપીનાથ, ગોપાલ રાવ, ગોપાલ સ્વામી, ગોપુ.
ગોપી નામના કૂતરા અને તેને દત્તક લેનાર પ્રેમાળ, માનવપરિવારની આ સંવેદનશીલ વાર્તા છે.
સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે. પાલતુ પ્રાણીઓ દ્વારા અપાતો નિઃસ્વાર્થ પ્રેમ, સમર્પણ અને અમર્યાદ સ્નેહ આપણા જીવનને લીલું બનાવવા માટે સમર્થ હોય છે.
સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા આ પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.