આ પુસ્તકમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક વક્તા અને પ્રેરક વક્તા જયા કિશોરી વાચકોને એ સમજવામાં મદદ કરવા માટેની સલાહ અને વિચારો દર્શાવે છે કે તે હાલમાં કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાના જીવનને વધુ સાર્થક બનાવવા માટે તેમણે કઈ રીતે આગળ વધવું જોઈએ. તેઓ આપણને આગળનો રસ્તો દર્શાવે છે જેથી આપણે થોડું આશ્વાસન મેળવી શકીએ, સધિયારો મળી શકે અને આપણે આપણી સામે આવેલ પરિસ્થિતિઓ સાથે ઉચિત વ્યવહાર કરી શકીએ.