Author : Ashwin Sanghi (અશ્વિન સાંઘી)
કેટલીક ભેદી ઘટનાઓ વિજયને ઉત્તરાખંડના જંગલોમાં ઊંડે આવેલી એક સંશોધન સંસ્થા - મિલેસિયન લેબ્સ - ની ભૂલભુલામણી સુધી ઘસડી જાય છે. એ આદિકાળના એક એવા રહસ્યની ચાવી સુધી પહોંચે છે, જે માનવજાતના પતનનું કારણ બની શકે એમ છે. પોતાના વાસ્તવિક દુશ્મનોથી સંપૂર્ણપણે અજાણ વિજય માનવતાને અને પોતાને બચાવવા માટે સમય સામે દોટ લગાવે છે.
રામના લંકાગમનથી બૌદ્ધ ધર્મના ઉદય સુધી, વહાબિઝમની ઉત્પત્તિથી LIGOના ગુરુત્વાકર્ષણ તરંગ-ડિટેક્ટર સુધી, તંત્રસાધકોના સ્મશાનથી લઈને ઑવલ ઓફિસના અધિકારીઓ સુધી અને મિનર્વાની અજ્ઞાત વિધિથી લઈને નાલંદાના અંધારિયા ખંડેર સુધી...
‘કાલચક્રના રક્ષકો’ એ એક એવી સફર છે, જે તમે અદ્ધર શ્વાસે પૂરી કરશો. જ્યાં સુધી તમામ કડીઓ અને રહસ્યનો તાગ ન મળે, ત્યાં સુધી વાચક આ નવલકથાને પોતાના હાથમાંથી નીચે નહીં મૂકી શકે.
લેખક: અશ્વિન સાંઘી
અનુવાદ: પરખ ભટ્ટ અને વિકી ત્રિવેદી
પુસ્તકનું નામ: કાળચક્રના રક્ષક
પાના: 356
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી