સોશિયલ મીડિયા કમાણી કરી મોંઘું બની રહ્યું છે અને અંગત સંબંધો સસ્તા થવા લાગ્યા છે. લોકો હવે પર્સનલ નહીં પ્રૉફેશનલ સંબંધ વધારવા લાગ્યાં છે. મનની શાંતિની શોધમાં નીકળેલા વ્યક્તિઓ ફક્ત તનને તૃપ્ત કરવામાં માને છે. લોકો સોશિયલ મીડિયા સાથે વધારે અને સોશિયલ લાઇફ સાથે ઓછાં કનેક્ટેડ છે. પુરુષો સ્ટ્રેસ ફ્રી ગર્લફ્રૅન્ડ અથવા મૅચ્યોર પાર્ટનરને શોધી રહ્યા છે. યુવતીઓ માટે પ્રેમ નહીં પૈસો વધારે મહત્ત્વનો છે. પતિથી અતૃપ્ત મહિલાઓ સોશિયલ મીડિયા પર શારીરિક સંતોષ શોધે છે. સોશિયલ મીડિયા સાથે સતત કનેક્ટેડ લોકોની માનસિક અને શારીરિક તૃપ્તિની આવી જ કેટલીક બાબતોને ખુલ્લી પાડતી સત્યઘટનાઓ આ પુસ્તકમાં તમારી સમક્ષ લાવ્યા છીએ. કઈ રીતે લોકો ડિજિટલ સંબંધને સાચો માનીને તેમાં છેતરાય છે, તો કેટલાક તેનો ભરપૂર ઉપયોગ કરીને આનંદ લે છે. તેમના સારા-નરસા અનુભવોને આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. મોબાઇલ ડિવાઇસની અંદર આવતી દરેક પ્રકારની સોશિયલ મીડિયા ઍપ્સ સાથે સંકળાયેલા લોકોના અનુભવોને અહીં સાંકળી લેવામાં આવ્યા છે. તેથી દરેક ઉંમરની વ્યક્તિઓ માટે આ પુસ્તક ખરેખરા અર્થમાં આંખ ઉઘાડનાર અને ચેતીને રહેવાજોગ સાબિત થશે.
લેખક: મેઘા પંડ્યા ભટ્ટ
પુસ્તકનું નામ: Let's ડેટ
પાના: 202
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી