આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની..
મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર…
રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો.
જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે…
અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,
જેણે એનાં બંને બાળકોને ઉછેર્યાં બે જુદા-જુદા ધર્મ સાથે…!
શી અસર પડી હશે એ બાળકોનાં કોમળ મન પર..!? એમનાં ભાવિ પર…!?
વળી, એક વાર્તા છે. નાનકડી એક છોકરીએ કરેલી ટ્રેન-મુસાફરીની…
એક રાતની એ મુસાફરીએ બદલી નાખી એની આવતી. કાલ…
જેની પાસે માગો એ બધું હાજર છે, એવા એક દુ:ખી (!!) માણસને તમે શું કહેશો?!
આ પુસ્તકમાં સમાયેલા છે એક સામાજિક કાર્યકર અને સદાય શિક્ષક એવાં
સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો, જે રજૂ કરે છે મારી-તમારી હૃદયસ્પર્શી વાતો.