Home/ Detail Info
Back

ABOUT BOOK


આ પુસ્તક ફક્ત તમારા માટે જ લખાયું છે.


ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે.


તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજમાં ધનિક વર્ગ વધુને વધુ માન, આદર અને સન્માન પામતો રહ્યો છે. દુનિયાનાં મોટાભાગના દેશોએ ધર્મક્ષેત્રે, સમાજક્ષેત્રે, સરકાર ક્ષેત્રે અને અન્ય વ્યવસ્થાઓમાં ધનવાનોના આધિપત્યને સ્વીકાર્યું છે.


ધનવાન લોકો જ સંસારના દરેક સુખને પામી શકે છે અને પોતાની ઈચ્છા મુજબ જીવી શકે છે.


તો શું ધનવાન બનવું ખરેખર અઘરું છે કે પછી એકદમ અશક્ય છે?

ના. સહેજ પણ નહીં!

ધનવાન બનવું એકદમ સરળ છે. શક્ય છે!


યાદ રાખો….. તમે પણ ધનવાન થઈ શકો છો. માત્ર જરૂર છે સાચી Method અને Midas Touchની જે તમને આ પુસ્તકમાંથી જ મળશે!


આચાર્ય ચાણક્યએ કૌટિલ્યના નામે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રચના કરી હતી. અર્થશાસ્ત્રની એ પાયાની Method સદીઓ બાદ આજે પણ એટલી જ ઉપયોગી છે. તમને ધનવાન બનાવી શકે તેવી ટૅક્નિકને સરળ અને મોર્ડન રીતે અહીં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકના Midas Touchથી તમને ધનવાન બનતાં કોઈ રોકી નહીં શકે.


હવે, તમે પણ બનો ધનવાન, ચાણક્યની એ જ શાશ્વત નીતિઓથી….

DETAILS


Title
:
Money Mind
Author
:
Radhakrushnan Pillai (રાધાકૃષ્ણન પિલ્લઈ)
Publication Year
:
2024
Translater
:
Harish Khatri
ISBN
:
9789389858198
Pages
:
120
Binding
:
Paperback
Language
:
Gujarati