નર્મદાના ખોળે રચાતી આ કથા ૧૮૫૭ના વિપ્લવ પછીના કાળનું નેપથ્ય ધરાવે છે. વિપ્લવમાં મળેલી શિકસ્તના બોજ હેઠળ, પારાવાર હતાશામાં ગર્ત થયેલી પ્રજામાં ફરી એક વાર સ્વાતંત્ર્યની વિલાઈ ગયેલી ઝંખના જાગે, બ્રિટિશ ધૂંસરીને તોડીફોડીને ફગાવી દેવાનું ઝનૂન પ્રગટે, દેશને આઝાદ કરવાનો સંકલ્પ સાકાર થાય, એ માટે ઝઝૂમતાં પાત્રોની આ કહાની છે. આ ઓથાર છે જિગરને ગુંગળાવી નાખે તેવા પ્રસંગોની અવિરત શૃંખલાનો...આ ઓથાર છે જીવનનું સર્વસ્વ સમર્પિત કરતી અનુપમ સ્ત્રીઓનો......આ ઓથાર છે ધીખતી હુતાશનીમાં અહર્નિશ અગ્નિસ્નાન કરતાં પાત્રોનો......આ ઓથાર છે ભુક્કા થઈ જતી જિંદગીનો...
લેખક: અશ્વિની ભટ્ટ
પુસ્તકનું નામ: ઓથાર
પાના: 1028
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી