1949ના ઉનાળામાં પ્રકાશિત જ્યોર્જ ઓરવેલનું પુસ્તક ‘1984’ એ આધુનિક સાહિત્યના સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાંનું એક છે.
વિશ્વયુદ્ધ પછી વિશ્વને અંદરોઅંદર વિભાજિત કરનારી ત્રણ મહાસત્તામાંની એક ઓશનિયામાં સર્જાતી, ઓરવેલની તત્કાલીન સમયના રાજકીય માળખાનું વિદ્વત્તાપૂર્ણ વિવેચન કરતી, વિન્સ્ટન સ્મિથ નામના વ્યક્તિની વાર્તા કે જે ડિસ્ટોપિયન ભાવિની જાળમાં ફસાયેલો છે અને સરકારી કામકાજ દરમિયાન મળેલી યુવાન સ્ત્રી જુલિયા સાથેનું તેનું ગુપ્ત પ્રેમ-પ્રકરણ છે.
વાચકને મનોરંજન આપવાની સાથે-સાથે પ્રસ્તુત પુસ્તક ‘1984’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તત્કાલીન વિશ્વના સામાજિક અને રાજકીય માળખા પર વ્યંગ કરતું રસપ્રદ પુસ્તક છે.