Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: ધરમાભાઈ શ્રીમાળી

પુસ્તકનું નામ: શરત

પાના: 138

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

આ ‘શરત’ સંગ્રહની વાર્તાઓ માત્ર દલિત સમાજની વાર્તાઓ નથી, પરંતુ માનવસંવેદનાની વાર્તાઓ છે. સર્જક પોતાના સર્જન દ્વારા સમાજને એની નબળાઈઓને ચીંધી બતાવતો હોય છે. આ સંગ્રહની વાર્તાઓમાં લેખકે આભડછેટ, બળાત્કાર, શોષણ, ઉપેક્ષા, નારીજીવનની વિવશતા, વૃદ્ધોની સમસ્યા વગેરે વિષયો આવરી લીધા છે! આ વાર્તાઓના આલેખનમાં લેખક પોતાની આસપાસના સમાજમાં જે કંઈ બને છે તે ઘટનાઓને, પરિસ્થિતિઓને તટસ્થ રહીને વાર્તાસ્વરૂપ આપે છે. દલિતો પર થતાં દમનની વાત લખે છે ત્યારે સવર્ણોની સ્થિતિ પણ આલેખે છે. લેખક દલિતો પર સવર્ણો દ્વારા થતા અત્યાચારની વાત કરે છે ત્યારે ઊજળા વર્ગના સજ્જનોની વાત કરવાનું ચૂકતા નથી.

 પીડા અને અત્યાચારને વાચા આપતી આ સંવેદનશીલ વાર્તાઓ આપના મનને નવી દિશા તરફ વાળવા પ્રયાસ કરશે.

DETAILS


Title
:
Sharat
Author
:
Dharmabhai Shrimali (ધરમાભાઈ શ્રીમાળી)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789361973918
Pages
:
-
Binding
:
-
Language
:
-