Author : Vikas Swarup (વિકાસ સ્વરૂપ)
વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. વિશ્વની જાણીતી ફિલ્મ નિર્માણ કંપની દ્વારા આ નવલકથા ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. લેખક ભારતના વિદેશ મંત્રાલયમાં લાંબો સમય સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા છે. * * * મુંબઈનો એક ગરીબ વેઇટર શા માટે જેલમાં બેઠો છે? તેનું કારણ શું છે? (1) તેણે ગ્રાહકને મુક્કો માર્યો છે; (2) તેણે વધુ પડતી વ્હિસ્કી પી લીધી છે; (3) થડામાંથી તેણે પૈસા ચોર્યા છે; (4) ઇતિહાસના સૌથી મોટા જૅકપૉટનો તે વિજેતા છે.
લેખક: વિકાસ સ્વરૂપ
પુસ્તકનું નામ: સ્લમડોગ મિલિયનેર
પાના: 310
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી