ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે.
આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે.
એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા કરાવવાનું વિચારે છે. કોઈ સારી અને સુંદર સ્ત્રીને મોંમાગ્યા રૂપિયા આપી કૂખ ભાડે રાખવાનું ધારે છે. એક દંપતી સંમત થાય છે. કોઈ વસ્તુની ખરીદી જેમ ભાવતાલ થાય છે. બંને સ્ત્રીઓની લાગણી ઘવાય છે.
શું કુદરતની અણમોલ ભેટ સમાન ‘કૂખ’નો કોઈ ભાવ હોઈ શકે?
પોતાની કૂખમાં નવ માસ ઉછેર્યા પછી, બીજાને પોતાનું બાળક સોંપી દેવા સ્ત્રી તૈયાર થશે?
બાળકને જન્મ આપનાર માની વેદના-સંવેદનાનું શું?
શું કૂખ એ ભાડે આપવાનું કે આર્થિક ઉપાર્જનનું સાધન છે?
માનવમનને મૂળ સહિત ઉખેડી નાખતા આવા સંવેદનશીલ અને સણસણતા સવાલોના જવાબ માટે તમારે આ કથામાંથી પસાર થવું જ રહ્યું!