Author : Sigmund Freud (સિગ્મંડ ફ્રોઇડ)
સ્વપ્નોના આવરણ નીચે છૂપાયેલા અર્થને મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવતાં સિગ્મન્ડ ફ્રોઇડ લિખિત પુસ્તક 'ધ ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રીમ્સ'નો સંક્ષિપ્ત અનુવાદ.
વિશ્વ ઇતિહાસમાં એવાં કેટલાંક પુસ્તકો છે, જેણે માનવ ચિંતનની દિશા બદલી નાખી છે. સિગ્મન્ડ ફ્રોઇડનું ‘The Interpretation of Dreams’ એવું જ એક પુસ્તક છે, જેણે વીસમી સદીની શરૂઆતમાં માનવ મનને સમજવાની રીતમાં અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું. 1899માં પ્રકાશિત થયેલું આ પુસ્તક આજે 125 વર્ષ બાદ પણ એટલું જ પ્રસ્તુત અને મહત્વપૂર્ણ છે.
આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ફ્રોઇડના આ પાયાના પુસ્તકમાં, તેમણે માનવ સ્વપ્નોની દુનિયામાં ડોકિયું કરીને અજાગૃત મનની જટિલતાઓ ઉજાગર કરી છે. સ્વપ્નોને ‘અજાગૃત મન તરફ જતો રાજમાર્ગ’ તરીકે વર્ણવતા ફ્રોઇડે આ પુસ્તકમાં એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ રજૂ કરી, જેના દ્વારા સ્વપ્નોના આવરણ નીચે છૂપાયેલા અર્થને સમજી શકાય છે.