અંડરવર્લ્ડની સત્યઘટનાઓનો દસ્તાવેજી Milestone આ પુસ્તક સત્યઘટનાઓ ઉપર `આધારિત' નથી! માત્ર સત્યઘટનાઓ જ આ પુસ્તકમાં કહેવાઈ છે! દાઉદ ઇબ્રાહીમ. ભારતનો #1 દુશ્મન અને અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે એવો Most Wanted ક્રિમિનલ. એશિયાના ઓસામા બિન લાદેન ગણાતા, દાઉદ ઇબ્રાહીમ કાસકરના બાળપણથી માંડીને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇથી વૈશ્વિક સ્તરે ફેલાયેલા ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદા સુધીના કનેક્શનની ઝીણવટભરી માહિતી આ ડૉક્યુ-નૉવેલમાં સમાવાઈ છે. ગુજરાતી ભાષામાં તો આ વિષય ઉપર અન્ય કોઈ લેખક દ્વારા લખાયું જ નથી, પણ ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં ય આટલું ઊંડાણપૂર્વક રિસર્ચ કરીને તથા અંડરવર્લ્ડના ખબરીઓથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સેંકડો વ્યક્તિઓની મુલાકાતો લઈને, દાઉદ ઇબ્રાહીમને સાંકળતા કેસોની દસ્તાવેજી માહિતી શોધીને આ પ્રકારની ડૉક્યુ-નૉવેલ લખાઈ હોય એવી આ પ્રથમ બુક છે. આ પુસ્તકમાં મુંબઈના અંડરવર્લ્ડમાં બનેલી સત્યઘટનાઓ વિશે તારીખ, સમય અને સ્થળ સહિત તલસ્પર્શી અને રોમાંચક માહિતી અપાઈ છે. અંડરવર્લ્ડના સાડાત્રણ દાયકાના ઘટનાક્રમને સળંગ એકતાંતણે ગૂંથીને, વાચકોનો રસ જળવાઈ રહે એ રીતે રજૂઆત કરવામાં આવી છે. ડૉન દાઉદ ઇબ્રાહીમના જીવન અને કારનામાની સત્યઘટનાઓને ક્રમબદ્ધ રીતે આલેખીને રોમાંચક રીતે લખાયેલું ગુજરાતી ભાષાનું આ એકમાત્ર પુસ્તક છે.
લેખક: આશુ પટેલ
પુસ્તકનું નામ: The Don
પાના:472
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી