Home/ Detail Info
Back

ABOUT BOOK


amazon એટલે 21મી સદીની એવી ક્રાંતિ, જેણે દુનિયાનાં અબજો લોકોનાં રોજિંદા જીવનમાં પોતાની એક ઊંડી અસર ઊભી કરી છે.

એક સામાન્ય ગૅરેજમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ amazon એક સમયે માત્ર પુસ્તકો વેચતું હતું પણ તેના સ્થાપક જૅફ બેઝોસને આટલાથી સંતોષ નહોતો. એમનું તો સપનું હતું કે amazonને એક એવી કંપની બનાવવી કે જે આપણી જીવનજરૂરિયાતની દરેક વસ્તુને આપણા સુધી પહોંચાડે અને તે પણ અત્યંત ઓછી કિંમતે!

આ સપનું પૂરું કરવા માટે તેમણે કયા અનોખા મૅનેજમેન્ટ સિદ્ધાંતો અમલમાં મૂક્યા?

બેઝોસે એક નાનકડા સ્ટાર્ટઅપને આજે દુનિયાનું સૌથી મોટું ઑનલાઇન રિટેલર કેવી રીતે બનાવ્યું? અશક્યતાને શક્ય બનાવી શકે એવી કઈ છે તેમની સિક્રેટ રેસિપી?

તમારે એ જાણવું હોય તો વાંચો આ પુસ્તક the everything સ્ટોર, જે એક એવા બિઝનેસ જાયન્ટની વાત કરે છે, જેણે રિટેલ બિઝનેસમાં આમૂલ પરિવર્તનો લાવવાનું કામ કર્યું છે.

આ પુસ્તક તમને શીખવશે કે તમે પણ જૅફ બેઝોસની જેમ ધૈર્ય અને મક્કમતા દાખવીને તમારા ક્ષેત્રમાં Top પર કેવી રીતે પહોંચી શકો.

Financial Times અને Goldman Sachs બિઝનેસ બુક ઑફ ધ યર વિજેતા એવા આ પુસ્તકમાં વાંચો બિઝનેસ અંગેના વિચારો, મૅનેજમેન્ટ, અપેક્ષાઓ, કાર્યશૈલી વિશેની અનેક સત્યઘટનાઓ સમાવતી અત્યાર સુધી રહસ્યમય રહેલી વિરાટ સફળતાની મહાગાથા.

DETAILS


Title
:
The Everything Store
Author
:
Brad Stone (બ્રેડ સ્ટોન)
Publication Year
:
2024
Translater
:
Dilip Gohil
ISBN
:
9788119644469
Pages
:
312
Binding
:
Paperback
Language
:
Gujarati