આ પુસ્તક હાથમાં લો એ પહેલા એક ચેતવણી!
આ પુસ્તક તમારા માટે ‘ખતરનાક’ સાબિત થઈ શકે છે! શક્ય છે કે આ પુસ્તક તમને હચમચાવી નાખે અને તમારી જિંદગી બદલી કાઢે. જો કે આ પુસ્તક તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે એટલે નુકશાનકારક તો જરાયે નથી.
પુસ્તક પૂરું થશે અને તમે એક જ શબ્દ બોલી શકશો – ‘અદભુત’! તમે આજ સુધી અનેક થોથા વાંચ્યા હશે પણ આવું કશું ભાગ્યે જ વાચ્યું હશે. પુસ્તક વાંચતી વખતે ક્યાંક તમે તમારી જાતને રીલેટ કરી શકશો. સૌથી મોટી વાત એ છે કે, પુસ્તકમાં એકપણ શબ્દ નકામો નથી. ટૂંકમાં છતાં નિરાતે વાત કહેવાઈ છે.
આ પુસ્તક કોઈને પણ કોઇપણ પ્રસંગે ભેટમાં આપી શકાય તેમ છે. વાચનાર દરેકને એ પ્રભાવિત કરશે એની ગેરેંટી! પુસ્તક દેખાવમાં પણ રૂપકડું લાગે તે માટે તેને અનેક ચિત્રો સાથે બે કલરમાં છાપવામાં આવ્યું છે.
સો વાતની એક વાત, જીવન જીવવાનું શીખવતા ઢગલાબંધ પુસ્તકો એકબાજુ મૂકો અને આ ટચૂકડું પુસ્તક એકબાજુ મૂકો તો આ પુસ્તકનું પલડું ભારે થયેલું લાગશે!