Home/ Detail Info
Back

ABOUT BOOK


આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી નવલકથા પગ વગરનાં પગલાં જોવાં મળે એ જેટલું વિસ્મયકારી છે, પાંખ વગરનાં પંખીનું ગગનગામી ઉડ્ડયન જોવા મળે એ જેટલું અચરજ પમાડનારું છે એટલું જ વિસ્મયકારી અને અચરજ પમાડનારું સત્ત્વશીલ તત્ત્વ, ઊડ્યા વિના આકાશને આંબવાનું શ્રેય પ્રાપ્ત કરનારનું છે. જે બાળકના જન્મથી જ એનો જીવનકાળ બે કે ત્રણ માસ સુધીનો જ છે એવું બિહામણું ભવિષ્ય જે ડૉક્ટરોએ ભાખ્યું હોય અને એ બાળકે જિંદગીના મધ્યાહ્‌ને પહોંચતાં સુધીમાં તો સાહિત્ય અને સમાજની દુનિયામાં હરિયાળા સંબંધોનું એક નોખું-અનોખું સામ્રાજ્ય ઊભું કરી દીધું! એ શું અચરજ નથી? એવી કઈ અગોચર શક્તિ હતી જેણે, તનથી તહસનહસ થઈ ગયેલા આ બાળકના મનને મજબૂતીનો આશીર્વાદ આપી ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે!’ના જીવંત આશાવાદને અમર રાખ્યો! ‘જિંદગી જીવી જાણવી’ અને ‘જિંદગી જીવી નાખવી’ – આ બંનેમાં કેટલો ફરક છે એ જાણવા માટે તમારે આ નવલકથા ‘ઊડ્યા વિના આંબ્યાં આકાશ’ વાંચવી જ રહી. આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી આ નવલકથા જીવનસંદેશાવાહક અચૂક બની રહેશે!

લેખક: રજની પટેલ

પુસ્તકનું નામ: ઊડ્યા વિના આંબ્યાં આકાશ

પાના: 200

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

DETAILS


Title
:
Udaya Vina Ambaya Aakash
Author
:
Rajni Patel (રજની પટેલ)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9788119644971
Pages
:
-
Binding
:
-
Language
:
-