Home/ Detail Info
Back

ABOUT BOOK


શાળાઓમાં વાર્તાલેખનને પ્રોત્સાહન આપવાના હેતુથી છેલ્લાં નવ વર્ષથી યોજાતી સ્પર્ધા એટલે વાર્તામેળો. આ સ્પર્ધાના અંતે પ્રાપ્ત થયેલી વિજેતા વાર્તાઓનો સંગ્રહ એટલે ઝેન ઓપસ દ્વારા પ્રસ્તુત દર્શાબહેન કિકાણી સંપાદિત પુસ્તક ‘વાર્તામેળો’.

‘વાર્તામેળો’ સ્પર્ધાની નવમી આવૃત્તિને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.

ગુજરાતની વિવિધ શાળાઓનાં બાળકો અને શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો અને તેમની પાસેથી કુલ ૬૧૦ વાર્તાઓ પ્રાપ્ત થઈ. જેમાંથી વિજેતા ૧૭ વાર્તાઓ આ સંગ્રહમાં પ્રસ્તુત છે. વાર્તાઓને એકસૂત્રતામાં બાંધવા માટે સ્પર્ધકોને ‘સુરક્ષા’ વિષય આપવામાં આવેલો હતો, જેની આસપાસ તેમણે વાર્તાની ગૂંથણી કરવાની હતી. ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત આ વાર્તાઓમાં બાળકોની ઉત્તમ કલ્પનાશક્તિનો પરિચય તો મળે જ છે, સાથે પર્યાવરણ પ્રત્યેની તેમની નિસબત, જીવનનાં નીતિમૂલ્યો, પ્રકૃતિપ્રેમ, રૂઢિચુસ્તતા સામે વિરોધ જેવાં પાસાંનાં પણ દર્શન થાય છે. આજના સમયના પ્રશ્નો, પારિવારિક સમસ્યાઓની બાળમાનસ પર પડતી અસરને પણ વાર્તાનું સ્વરૂપ મળ્યું છે. ઘણી વાર્તાઓ તાજી, નવતર અને ચોટદાર પણ છે જે આધુનિક વાર્તાશૈલીનો પરિચય આપે છે. લેખનની અપરિપક્વતાની વચ્ચે પણ નવતર વિષયની પસંદગી, વાર્તાની રસપ્રદ માંડણી, બાળસહજ અભિવ્યક્તિ અને રસપ્રદ અંત પણ જોવા મળે છે.

સરળ શૈલીમાં લખાયેલી આ વાર્તાઓ નવી પેઢીના વાર્તાકારોનો સક્ષમ અવાજ બની વાચકોના મનમાં પોતાનું સ્થાન બનાવશે અને તેમને ભવિષ્યમાં એક ઉત્તમ વાર્તાકાર બનવા માટે પ્રોત્સાહન આપશે.

DETAILS


Title
:
Varta Melo
Author
:
Darsha Kikani ( દર્ષા કિકાણી)
Publication Year
:
2026
Translater
:
-
ISBN
:
9789347419133
Pages
:
118
Binding
:
Paperback
Language
:
Gujarati