Home/ Detail Info
Back

ABOUT BOOK


સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે પરંપરાઓની સમજણ મળે તો પછી એનાથી વધુ રૂડું તો શું હોય?

વાર્તા રે વાર્તામાં તમારું સ્વાગત છે. તમે પણે ઉત્તરાખંડના સુંદર પહાડી પ્રદેશ – માયાવતીના સાહસ પર અનુષ્કા, કૃષ્ણ, મીનુ, રઘુ અને દાદા-દાદી સાથે જોડાઓ. તમને તો કદાચ ખબર નહીં હોય પણ આ સફર અણધારી, જાદુથી ભરેલી અને રોમાંચક છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને ઊંચાં દેવદાર વૃક્ષો વચ્ચે, દાદા રાજાઓ અને રાજકુમારીઓ, સોનેરી જલપરી અને કારેલાંની વાર્તાઓને સરસ રીતે કહે છે. જેમજેમ સૌ પર્વતો ઉપર આગળ વધતાં જાય છે એમએમ નવા મિત્રો પણ બનતાં જાય છે. પહાડી લોકપરંપરાઓ વિશે શીખતાં શીખતાં – આકર્ષક સૂર્યાસ્ત પર આશ્ચર્યચકિત પણ થવાય છે તો સાથે અનેક નવાં સ્થળોએ મુસાફરી પણ થાય છે.

‘વાર્તાનો ઢગલો’ અને ‘મજાનો વાર્તાખજાનો’ જેવાં અનેક પુસ્તકોનાં બેસ્ટસેલિંગ લેખક – સુધા મૂર્તિની નવા રોમાંચક વળાંક સાથેની મનમોહક અને સંવેદનાત્મક વાર્તાઓ બાળકોને ચકિત અને આનંદિત કરી જશે

DETAILS


Title
:
Varta Re Varta
Author
:
Sudha Murty (સુધા મૂર્તિ)
Publication Year
:
2026
Translater
:
Sonal Modi
ISBN
:
9789361971150
Pages
:
144
Binding
:
Paperback
Language
:
Gujarati