લેખક: સુધા મૂર્તિ
પુસ્તકનું નામ: વાર્તાનો ઢગલો
પાના: 157
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય?
ગુજરાતી ભાષામાં આજના સમયમાં જ્યારે સારી બાળવાર્તાઓનો દુકાળ છે એવા સમયમાં આ વાર્તાઓ તમારાં બાળકો માટેની સુંદર ભેટ છે. આ વાર્તાઓ તમારાં બાળકોને એક નવા જ વિશ્વમાં લઈ જશે.
લાખો વાચકોનાં પ્રિય લેખક સુધા મૂર્તિ લિખિત આ વાર્તાઓનો ઢગલો તમારાં બાળકોને ચકિત અને આનંદિત કરી દેશે.