Home/ Detail Info
Back

ABOUT BOOK


"વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે.


પતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય છે કે "જીવનમાં કોઈ સાહસ, કોઈ ઝંઝાવાત ન અનુભવી શકાયો. સતત સીધી લીટી જેવા જીવનમાં વળાંકો ન આવ્યા "


આ ઊંડે ધરબાયેલી તોફાનોની લાલસા પોલોમાં ને એક અસંભવિત યાત્રા પર લઈ જાય છે. એ ચાર જુદી સદીમાં જીવતી ચાર જુદી સ્ત્રીઓનું અસ્તિત્વ અનુભવે છે.


આ નવલકથા અસંભવિત, અકલ્પ્ય વિશ્વની વાત છે...પણ દરેક માનવીએ જીવનના કોઈ તબક્કે આ અકલ્પ્ય ઝંખ્યું છે.


સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મેળવનાર આ કૃતિ માનવમનના અડાબીડ રહસ્યોની ગાથા છે.

DETAILS


Title
:
Vasansi Jirnani
Author
:
Devangi Bhatt (દેવાંગી ભટ્ટ)
Publication Year
:
2019
Translater
:
-
ISBN
:
9789385128356
Pages
:
164
Binding
:
Hard Cover
Language
:
Gujarati