ઝરણાનું સંગીત..... - માણસે ધાતુની જેમ ઘસાઈને ઊજળા થવાનું છે. - તંગ પરિસ્થિતિમાં જિંદગી ઓર નિખરે છે. - કથા પૂરી થાય ને બધાં પ્રસાદ લઈ છૂટાં પડે એમ લોકો માટે આપણાં દુઃખ વાર્તા જ છે. - ગુરુદક્ષિણાના ઓઠાતળે એકલવ્યનો અંગૂઠોઆંચકી લેવાતો હોય તો આપણ પામર મનુષ્યોની શી વિસાત! - ઈશ્વરની કસોટીમાંથી પાર ઊતર્યા પછી જ આપણે એની કૃપાને પાત્ર ઠરીએ છીએ. - ન્યાય તોળવામાં આવે છે કે પછી તોડ કરી ફેરવી તોળવામાં આવે છે? - દુ:ખને સિક્કાની એક બાજુ ગણીએ તો બીજી બાજુ i.e. સુખ આવશે જ. - વિકટ સમય શેતાન જેવો છે; હવા ન આપો એટલે નાસી જાય બિલ્લીપગે. - તૂટેલા સંબંધ બંધાતા નથી ફરી; સંધાય છે. - બાળક રંગપૂરણી હરિફાઈનું ચિત્ર નથી. - કોઈ કોઈને કાયમી સુખી/દુઃખી કરી શકતું નથી. - દિલથી કરેલાં કામોથી સુખી થવાય છે; દિમાગથી કરેલાં કામોથી સુખી થયાનો આભાસ ઊભો થાય છે. - સગાંઓ વ્હાલાં તો જ રહે; જો દૂર રહે.
લેખક: હર્બર્ટ વિલિયમ ક્રિશ્ચયન
પુસ્તકનું નામ: ઝરણાનું સંગીત
પાના: 140
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી