Product Summery
Long printed dress with thin adjustable straps. V-neckline and wiring under the Dust with ruffles at the bottom of the dress.
લેખક: ડૉ. નિમિત્ત ઓઝા
પુસ્તકનું નામ: રિહેબ બુક
પાના: 248
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ સ્પષ્ટતાથી સમજાતું જાય છે. પોતાની જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ થઈ જવું, એ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જગત સાથે ભાઈબંધી કરતાં પહેલાં જાત સાથે મિત્રતા કરવી પડે છે. જેઓ પોતાનું કાયમી સરનામું પોતાની જાતમાં નથી શોધી શકતા, તેઓ સતત કશાકની શોધમાં રહે છે. કાં તો પ્રેમની ને કાં તો પ્રશંસાની, કાં તો મિત્રતાની ને કાં તો મનોરંજનની, કાં તો સુખની ને કાં તો સંબંધની. આપણી કેટલીય ભાવનાત્મક ઈજાઓના મૂળમાં એકલતાનો ડર રહેલો હોય છે. જાતને અવોઇડ કરવા માટે આપણને સતત ડીસ્ટ્રેક્શન્સ જોઈએ છે. કાં તો એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે, કાં તો ઇન્ફોર્મેશન. કાં તો રીલ્સ જોઈએ છે, કાં તો ન્યુઝ. કાં તો સાથી જોઈએ છે, કાં તો સથવારો. બસ, આપણે એકલા નથી રહી શક્તા. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે, અજાણ્યા લોકો સાથે ચૅટ કરતી વખતે, ડેટિંગ પ્રોફાઈલ પર ‘સ્વાઇપ રાઈટ’ કરતી વખતે, ટીવી પર ચેનલ્સ બદલતી વખતે અને ‘પ્લેઝર’ની શોધમાં આવા અનેક દરવાજા ખટખટાવતી વખતે જાણે આપણે પૂછ્યા કરીએ છીએ, ‘એક્સક્યુઝ મી, થોડો સમય તમારા ઘરમાં રહી શકું? મને મારામાં મજા નથી આવતી.’ અને પછી આપણે ઘર બદલ્યા કરીએ છીએ. શેરીઓ, રસ્તા અને ઠેકાણાં બદલ્યા કરીએ છીએ. પણ આપણી જાત અને એકાંત પાસે પાછા નથી આવતાં. નોટિફિકેશન્સ, ડીસ્ટ્રેક્શન્સ અને ઈન્સ્ટન્ટ કનેક્શન્સના આ યુગમાં જેઓ જાતમાં પુનવર્સન કરી શકે છે, તેઓ જ પોતાની અલ્ટીમેટ આઝાદી માણી શકે છે. જાતમાં પુનવર્સન કરવા માટે સૌથી ભરોસાપાત્ર ભાઈબંધ એટલે પુસ્તકો. એવું જ એક પુસ્તક એટલે ‘રિહૅબ બુક’.