Ab Sukh Aayo Re...(અબ સુખ આયો રે...)

Rs. 156 Rs. 175 11%
Description

લેખક: શિલ્પા દેસાઈ 

પુસ્તકનું નામ: અબ સુખ આયો રે...

પાના: 166

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

શિલ્પા દેસાઈ અને હમો દેસાઈ વચ્ચે ખાસ ફરક નથી. પોતાના હ્યુમરને, પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર…’ કહીને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજ્જા પડી જાય. લાંબો વખત દુઃખમાં રહી શકવાની કળાથી તેઓ અજાણ છે એટલે એમના હાસ્યમાં, એમના લેખનમાં ને એમના વ્યક્તિત્વમાં સ્પષ્ટતા છે, નિર્દોષતા છે ને નિજાનંદ છે. શિલ્પા સાથે વાત કરવા બેસો ત્યારે વાતોના વિષય હોવા જોઈએ એવો ભાર રાખવાની જરૂર નથી પડતી. આજના સમયમાં કટાક્ષકથા કહેનારાં અને લખનારાં ઘણાં મળી રહે છે ત્યારે સફેદ પીંછા જેવા નિર્દોષ પણ મરક મરક સ્મિતવાળા હાસ્યલેખો લખનારાં શિલ્પા દેસાઈ માટે મને ભારોભાર માન છે. ગુજરાતી હાસ્યસાહિત્યની પરંપરા માટે એમને બહુ હેત છે. એમનું સુખાસન, એમનો ઉનો, એમની મન્વિતા, એમનો કેયૂર ને એમના વિવેક દેસાઈ મનેય બહુ વ્હાલાં છે, કેમ કે શિલ્પા દેસાઈ સાથે ને એમના સાહિત્ય સાથે જોડાઓ ત્યારે આ બધું સુખ આપોઆપ તમારી ઝોળીમાં છલકાય જ. 

આ પુસ્તકના દરેક લેખો વિશે સવારે ચાની ચૂસ્કીઓ સાથે અમે લોકોએ ખૂબ ચર્ચાઓ કરી છે. ‘આજે મારે તો ડેડલાઇન છે!’ એ લેખિકાનું મનગમતું વાક્ય છે. એ ગમતી પ્રવૃત્તિ થકી જ આટલા સરસ લેખો નીપજ્યા છે તો ડેડલાઇન દેવી હાજરાહજૂર છે. ડેડલાઇન માવડીને પાલવ પાથરીને પાય લાગું. 

હે વાચક, ‘અબ સુખ આયો રે’ – દુઃખ ભરેલા સાત દરિયાની વચ્ચે દેવદૂત જેવા સુખના ટાપુનો હાશકારો આપશે. – રામ મોરી

Highlight