Product Summery
Long printed dress with thin adjustable straps. V-neckline and wiring under the Dust with ruffles at the bottom of the dress.
લેખક: કાન્તિલાલ જો. પટેલ
પુસ્તકનું નામ: ચમત્કારોનું સાચું વિજ્ઞાન
પાના: 109
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય?
થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કરતાં પણ મોટા અવતારી માની તેમને પૂજવા પણ લાગે છે. લોકો સમજતા નથી કે દોરાધાગા એ કંઈ સારવાર નથી, રોગ તો દવાથી જ મટે. ભૂવાઓના ભુલાવામાં ભરમાઈ, અજ્ઞાનતામાં અટવાઈને ઘણાંએ જાન ગુમાવ્યા છે. કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું બને ત્યારે, તે દોરાધાગા, માદળિયાં કે તાવીજને કારણે નહીં, પણ વ્યક્તિની પોતાની આત્મશ્રદ્ધાથી, તેનામાં પ્રગટેલી હિંમતથી તકલીફો દૂર થતી હોય છે.
હકીકતમાં મેલીવિદ્યા, વળગાડ, ભૂતપ્રેત, ડાકણ, મંત્રતંત્ર કે ચમત્કાર જેવું કંઈ અસ્તિત્વ જ નથી. આ તો અજ્ઞાનીઓને ઊઠાં ભણાવવાની વાતો હોય છે. તેમાં ખૂબ સારી રીતે વિજ્ઞાનની તરકીબો અને હાથચાલાકીનો જ ઉપયોગ થયેલો હોય છે.
લોકોને છેતરપિંડીથી છોડાવવા, વિજ્ઞાન સમજાવવા, વહેમની બદીઓથી બચાવવા, આવા દોરાધાગા, માદળિયાં આપતાં અને ધર્મને નામે ધતિંગો કરતા ઠગોની ધૂતવિદ્યાને ખુલ્લી પાડી, આવા ચાલાકો કેવી ચતુરાઈથી ચમત્કારો કરે છે, તેમાં કયા વિજ્ઞાનનો ઉપયોગ છે, તે સમજવા માટે તેમજ ઠગોની સામે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે આ પુસ્તક વાંચવું જરૂરી છે.
ચમત્કારોને ચમકાવતી હાથચાલાકીની ચતુરાઈમાં ક્યું વિજ્ઞાન કામ કરે છે તે ધુતારાઓની પોલ ખુલ્લી પાડવા તથા વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુસર આ પુસ્તકની રચના કરવામાં આવી છે.