Home/ Detail Info
Back

ABOUT BOOK


સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિકાસ માટે અષ્ટાંગયોગ સિવાય કોઈ રસ્તો નથી. તે ફક્ત શરીરને તંદુરસ્ત રાખવા માટે જ નહીં બલ્કે મન, બુદ્ધિ, આત્મા, જીવનવ્યવહાર - એમ જીવનને લગતાં તમામ પાસાંઓને આવરી લે છે.


ભારતીય સંસ્કૃતિના જિજ્ઞાસુ, ચાહક અને ઉપાસક એવા પરેશ ભટ્ટના ઊંડા અભ્યાસ બાદ લખાયેલ પુસ્તક 'અષ્ટાંગયોગ – A perfect lifestyle’. અષ્ટાંગયોગની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને શાસ્ત્રોસ્ત સમજ આપતું ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ પુસ્તક. તંદુરસ્તી, તત્ત્વજ્ઞાન અને સાહિત્યના ત્રિવેણી સંગમ સાથે શ્રી પરેશ ભટ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છે આ પુસ્તક 'અષ્ટાંગયોગ - અ પરફેક્ટ લાઈફ સ્ટાઈલ'

DETAILS


Title
:
Ashtang Yog
Author
:
Paresh K Bhatt (પરેશ કે. ભટ્ટ)
Publication Year
:
2023
Translater
:
-
ISBN
:
9789390521487
Pages
:
215
Binding
:
Paperback
Language
:
Gujarati