Home/ Detail Info
Back

ABOUT BOOK


(અથ શ્રી હનુમંત કથા – રુદ્રાવતારનાં સંદર્ભમાં આગળ વધતી કથા)


આ માત્ર કથા નથી; એક દિવ્ય અનુભૂતિ છે.

કથા તો એ જ છે, જે તમે જાણો છો... પણ આ પુસ્તક તમને માત્ર એ કથા ‘કહેવા’ નહીં, તેની ‘અનુભૂતિ’ કરાવવા લખાયું છે. 

તમે હનુમાનજીને મંદિરોમાં પૂજ્યા છે, ‘હનુમાન ચાલીસા’માં ગાયા છે... પણ શું તમારે તેમની જીવંત ઉપસ્થિતિના સાક્ષી બનવું છે?  

‘રુદ્રાવતાર’ પુસ્તક ખોલતાં જ તમે માત્ર વાચક જ નહીં રહો, હનુમાનજીના સમકાલીન સાક્ષી બની જશો. જ્યારે બાળ હનુમાન સૂર્યને પકડવા છલાંગ લગાવશે, ત્યારે તે આકાશની ગરમી તમને અનુભવાશે. જ્યારે તેમના પર વજ્રઘાત થશે, ત્યારે તે પીડા તમે અનુભવી શકશો. અને જ્યારે તેઓ મહેન્દ્રગિરિ પરથી ઉડાન ભરશે, ત્યારે તમારા પગ નીચેની ધરતી પણ ધ્રૂજી ઉઠશે.  

આ વિશ્વના સૌથી પહેલા અને સૌથી મહાન ‘સુપરહીરો’ની એવી યાત્રા છે, જે જાણીતી હોવા છતાં સાવ અજાણી છે. જો તમે હનુમાનજીને માત્ર જાણવા નહીં, પણ માણવા અને પામવા ઇચ્છતા હો, તો આ પુસ્તક તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે.

DETAILS


Title
:
Atha Shri Hanumant Katha Mahabali
Author
:
Shailesh Sagpariya (શૈલેષ સગપરિયા)
Publication Year
:
2026
Translater
:
-
ISBN
:
9789347393594
Pages
:
384
Binding
:
Paperback
Language
:
Gujarati