*સોમનાથ*
મૂળ લેખક : આચાર્ય ચતુરસેન શાસ્ત્રી
અનુવાદ: યોગેશ ચોલેરા
સોમનાથની ભવ્યતા અને વિધ્વંશની
મહાગાથા વર્ણવતી અમર કૃતિ
આચાર્ય ચતુરસેન શાસ્ત્રી રચિત કૃતિ ‘સોમનાથ’ હિન્દી ભાષાના ઐતિહાસિક નવલકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ નવલકથા સોમનાથની ભવ્યતા અને વિધ્વંશની મહાગાથા વર્ણવતી અમર કૃતિ છે.
આચાર્ય ચતુરસેન ઐતિહાસિક નવલકથાના એવા શિલ્પી હતા, જેઓ ઇતિહાસના શુષ્ક તથ્યોમાં પોતાના સશક્ત કથાપ્રવાહ અને જીવંત પાત્રાલેખનથી પ્રાણ પૂરી દેતા હતા. ‘સોમનાથ’ તેમની લેખનકળાની ચરમસીમા છે.
ગુજરાતી વાચકો માટે આ નવલકથા વિશેષ મહત્ત્વની છે કારણ કે તે આપણી માટીની ગૌરવગાથા કહે છે. આસ્થા અને શૌર્યની અમર ગાથાની આ કૃતિ એકવાર હાથમાં લીધા પછી મૂકવાનું મન ન થાય તેવી છે. કથા પૂરી થશે ત્યારે એક તરફ તમારી છાતી પૂર્વજોના ગૌરવથી ગજ ગજ ફૂલતી હશે અને બીજી તરફ તત્કાલીન ભારતની મર્યાદા બદલ આપની આંખોમાં આંસુ હશે.