• 26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1949માં આ દિવસે બંધારણસભાએ ભારતીય બંધારણને અપનાવ્યું. એ એક પવિત્ર દસ્તાવેજ છે, જેણે રાષ્ટ્રની પ્રગતિને સ્પષ્ટ અને નિશ્ચિતપણે માર્ગદર્શન આપ્યું છે.
• 26 નવેમ્બર ભારતીય બંધારણ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ છે. શાળા-કૉલેજમાં તેમજ ભારતનાં બાળકોને ભારતનું બંધારણ કેવી રીતે બન્યું, શા માટે તેને બનાવવામાં આવ્યું તેની વિગતે જાણકારી આપવાની નિયમિત વ્યવસ્થા હોવી જોઈએ. અમારી સરકારે એટલા જ માટે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
— નરેન્દ્ર મોદી, વડાપ્રધાન