લેખક: યુવલ નોઆ હરારી
પુસ્તકનું નામ: હોમો ડેયસ
પાના: 432
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
‘સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણ ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે.
‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં એ ચર્ચા છે કે માણસ તેની ટૅક્નૉલૉજિકલ શક્તિનું શું કરશે? તે આ પૃથ્વી અને માનવતાનું જતન કેવી રીતે કરશે? 21મી સદીમાં મશીનો કામ કરશે તો માણસનું શું થશે? આ પુસ્તક સ્વપ્નોની સાથે દુઃસ્વપ્નોની પણ વાત કરે છે.
‘હોમો ડેયસ’ તમને આ પાંચ નિષ્કર્ષથી ચોંકાવી દેશે :
* માણસે તેના ઇતિહાસમાં પહેલી વાર રોગચાળા પર, યુદ્ધો પર અને દુષ્કાળ પર કાબૂ મેળવ્યો છે.
* ટૅક્નૉલૉજીની મદદથી આપણે અનંતકાળ સુધી આનંદમાં રહેવાના અને લાંબી જિંદગી જીવવાના ઉપાયો શોધવાના છીએ.
* લાગણીઓ અને ઇચ્છાઓ બાયૉલૉજિકલ અલ્ગોરિધમ છે અને તેનું જાતે સર્જન કરી શકાય છે.
* રૉબૉટિક ટૅક્નૉલૉજીના કારણે માણસોનો એક મોટો વર્ગ બેરોજગાર થશે અને તે વર્ચ્યુઅલ દુનિયામાં સમય પસાર કરશે.
* માનવતાવાદનું સ્થાન ડેટાવાદ લેશે. મહાકાય કંપનીઓ પાસે આપણો બધો જ ડેટા હશે અને દુનિયા એ ડેટા પર ચાલશે.
બેસ્ટસેલર ‘સેપિયન્સ’ના લેખક યુવલ નોઆ હરારી, તેમના બીજા પુસ્તક ‘હોમો ડેયસ’માં, આગામી વર્ષોના માનવજીવનની એક એવી રસપ્રદ ભવિષ્યવાણી કરે છે, જેમાં માણસ શાશ્વત સુખ, શાશ્વત જીવન અને સાક્ષાત્ ભગવાન જેવી ક્ષમતા મેળવવા પ્રયાસ કરશે.