લેખક: ડૉ. બળવંતભાઈ તેજાણી
પુસ્તકનું નામ: ભાષાવિહાર
પાના: 162
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ તો સરળ લાગે પણ યોગ્ય, સુંદર અને શુદ્ધ બોલવું અને લખવું એ સહજ સાધ્ય નથી હોતું. એમાંય સાંપ્રત સમયમાં ગુજરાતી બોલવું, લખવું અને વાંચવું પડકારરૂપ બનતું જાય છે. પણ જો ભાષાની મૂળભૂત સમજ માટે વ્યાકરણ શીખીએ તો આ કામ બિલકુલ અઘરું નથી. વળી કોઈપણ વિષયની સમજણના વિકાસ અને વિસ્તાર માટે ભાષા પર પકડ આવશ્યક છે.
પ્રસ્તુત છે ડૉક્ટર બળવંતભાઈ તેજાણી લિખિત ‘ભાષાવિહાર’. ગુજરાતી વ્યાકરણની મૂળભૂત સમજ આપતું એક પુસ્તક. સ્વર અને વ્યંજન, જોડાક્ષરો, શબ્દ અને નામ, સર્વનામ અને વિશેષણ, જોડણી હોય કે રૂઢિપ્રયોગો કે કહેવતો, છંદ-અલંકાર હોય કે શબ્દસમાસ. ભાષાના તમામ પાસાંઓને સરળતાથી સમજાવતુ આ પુસ્તક અત્યંત ઉપયોગી સાબિત થશે.